મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકાની ફીડર બસ સેવાનો આરંભ કરાવ્યો.
સિંધુભવન રોડ મલ્ટીલેવલ પાર્કિંગથી થલતેજ મેટ્રો સ્ટેશન, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ અને ટાઈમ્સ સ્ક્વેર સિંધુભવન રોડ સુધીના સર્ક્યુલર રૂટ પર બસ સેવાનો પ્રારંભ થયો છે. સિંધુભવન રોડ મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરનારા રાહદારીઓને ફીડર બસ સેવાનો નિઃશુલ્ક લાભ મળશે. આ સિવાયના લોકો માત્ર પાંચ રૂપિયા ચુકવીને આપીને આ ફીડર બસમાં પ્રવાસ કરી શકશે. આ રૂટ પર દર ૧૫ મિનિટના સમયાંતરે ફીડર બસ સેવાનો લાભ મળી રહેશે.
મુખ્યમંત્રીએ આ રૂટ પરની જે બે નવી ફીડર બસ/મીની બસને ફ્લેગ ઓફ કરાવ્યું હતુ તેમાં સીસીટીવી કેમેરા, રિઅર વ્યુ કેમેરા જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
Site Admin | ઓક્ટોબર 22, 2024 3:54 પી એમ(PM)