ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 14, 2024 3:58 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત 2 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત 2 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યોમાં પાણી પુરવઠા વિભાગના 13, શહેરી વિકાસ વિભાગના 11, માર્ગ અને મકાન વિભાગના 5, ગૃહ વિભાગના 3 અને જળ સંપત્તિ અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 1-1 વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યને દેશની આર્થિક મહાસત્તા બનાવવામાં ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ’ સમિટની ભૂમિકા પાયારૂપ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પનાથી શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિટના 10 સંસ્કરણોને મળેલી ભવ્ય સફળતાથી, રાજ્યમાં 103 કરોડ 37 લાખ રૂપિયાથી વધુના બે લાખથી વધારે કરાર થયા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે છેલ્લા 10 વર્ષોમાં અનેક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક ઉદ્યોગોએ રાજ્યમાં રોકાણ કર્યું છે, જેને પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ