મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મવિભૂષણથી સન્માનિત અને ટાટા ગ્રૂપના મોભી શ્રી રતન ટાટાના અવસાન અંગે શોક વ્યક્ત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. શ્રી રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ અપાવ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
રાજ્ય સરકારે રતન ટાટાના નિધન અંગે આજે એક દિવસ માટે શોક પાળવામાં આવ્યો હતો. જેમાં તમામ જાહેર અને સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં હતાં. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ઔધોગિક ક્ષેત્રે દેશને નામના અપાવનાર વ્યક્તિ દેશે ગુમાવ્યા છે..
Site Admin | ઓક્ટોબર 10, 2024 7:19 પી એમ(PM) | શ્રી રતન ટાટા