મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો એટલે કે, MSME ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જૂ સમાન ગણાવ્યા છે.
વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતીના ક્ષેત્રીય સંમેલનમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘દેશની જીડીપી એટલે કે, કુલ સ્થાનિક ઉત્પાદનમાં MSME ક્ષેત્રનું 35 ટકા જેટલું યોગદાન રહ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી ઉદ્યોગ હિત સાથે રાષ્ટ્ર હિતનો વિચાર કરતું સંગઠન છે અને તે “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઇન્ડિયા” માટે અવિરતપણે કાર્યરત્ છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, અવકાશથી લઈ સેમિ-કન્ડકટર અને ઇલેકટ્રોનિકથી લઈ ઇલેક્ટ્રિક વાહન જેવા ક્ષેત્રમાં દેશ આગળ વધવા સાથે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક પણ બન્યો છે. મુખ્યમંત્રીએ ઉંમેર્યું કે, ‘નવા તંત્રજ્ઞાનના કારણે નાના ઉદ્યોગની ઉત્પાદકતામાં સકારાત્મક અસર પડે છે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આ દિશામાં વધુ કામ થાય તો નાના ઉદ્યોગોને મોટા લાભ થશે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 7:43 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ