ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 27, 2024 8:41 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠામાં 633 કરોડ રૂપિયાના બે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠામાં 633 કરોડ રૂપિયાના બે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.
બનાસકાંઠા જિલ્લામાં પીવાની પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ઉપરાંત દેવપુરા અને રણકપુર ઓફટેક યોજનાના સુધારિત વિકાસ કાર્યોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે.
આ બે યોજનાઓને કારણે ડીસા અને લાખણી તાલુકાના 88 ગામો તેમજ દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે. આ બંને યોજનાઓ અંતર્ગત નર્મદા કેનાલના પૂર્વ ભાગના કુલ 192 ગામોના અંદાજે 7 લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી વિતરણ કરી શકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ