મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલક્ષેત્રને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેની ચાવીરૂપ ક્ષેત્ર ગણાવ્યું છે.. દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવા માટે ઔદ્યોગિક અને માળખાગત વિકાસ મહત્વપૂર્ણ પાસાં છે તેવો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
એસોચેમ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ-૨૦૨૪નો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ઉદ્યોગો અને માળખાગત વિકાસની મહત્તાને રજૂ કરી હતી..
મુખ્યમંત્રીએ કેમિકલ વેસ્ટનો સંપૂર્ણ નાશ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય તેના ઉપર પણ ચર્ચા કરવા ભાર મૂક્યો હતો..
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 8:01 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ