ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2024 7:21 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ૧ હજાર ૨૦ કિ.મી લંબાઈના ૭૮૭ માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા ૬૬૮ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા ૧ હજાર ૨૦ કિલોમીટર લંબાઈના ૭૮૭ માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા ૬૬૮ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાવાની તેમજ રસ્તા ધોવાઇ જવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ ૬૬૮.૩૦ કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે.
જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોને સુવિધાયુક્ત, ટકાઉ અને બારમાસી માર્ગો પુરા પાડવા હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ