મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતેથી ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. અમરેલીને ૪૨.૪૮ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસપોર્ટની અને ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે રાજમહેલના નવીનીકરણની પણ મુખ્યમંત્રીએ ભેટ આપી હતી. જેમા રાજ્ય સરકાર દ્વારા ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નાવલી નદી પર રિવરફ્રન્ટ, સાંસ બંદર પર ૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ, આંબરડી પાર્કને વિકસાવવા ૨૭ કરોડ રૂપિયા, લાઠી સિવિલ હોસ્પિટલ માટે ૫૦ કરોડ, જિલ્લાકક્ષાના સ્પોર્ટ્સ સંકૂલના પ્રથમ તબક્કા માટે ૧૩ કરોડ, રાજમહેલ માટે ૨૫ કરોડ રૂપિયા , સહિતના કાર્યોનો સમાવેશ થાય છે..
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વચ્છાગ્રહને જીવનનો સ્વભાવ બનાવી ગામ-નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવવાની પણ નાગરિકોને અપીલ કરી હતી
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 3:20 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતેથી ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ
