મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી પટેલ અમરેલીમાં 42 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા બસ-પોર્ટનું લોકાર્પણ કરશે.તેમ જ લાલાવદર ખાતે 13 કરોડ 64 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી રમતગમત ઈમારતનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત તેઓ 24 કરોડ 98 લાખ રૂપિયાના ખર્ચે ગાયકવાડી સ્થાપત્યના નમૂના એવા રાજમહેલની નવીકરણ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરશે.ઉપરાંત શ્રી પટેલ શહેરી વિકાસ વિભાગના 12 કામ, માર્ગ અને મકાન વિભાગના 12 કામ સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.ઉપરાંત તેઓ સાવરકુંડલા બાયપાસ રસ્તા પર રેલવે ઑવરબ્રિજનું ખાતમુહૂર્ત અને લિલિયા ગ્રામ પંચાયત કચેરીના જેટીંગ મશીન તથા સાવરકુંડલા તાલુકાના ત્રણ 66 કેવી સબ-સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. દરમિયાન મુખ્યમંત્રી આંબરડી સફારી પાર્કની અને અમરેલીના આદર્શ ગામ તરીકે ખ્યાતિ ધરાવતા દેવરાજીયા ગામની પણ મુલાકાત લેશે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 8:49 એ એમ (AM)