મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સનાં બાળકો પહોંચ્યાં હતાં.
મુખ્યમંત્રીએ પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 3:07 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ