ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 2, 2024 9:44 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગનું સમારકામ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવા માર્ગ અને મકાન વિભાગને નિર્દેશ આપ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગનું સમારકામ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવા માર્ગ અને મકાન વિભાગને નિર્દેશ આપ્યા છે.
માર્ગ અને મકાન વિભાગે પણ જિલ્લાના મુખ્ય માર્ગોનું સમારકામ સાતમી સપ્ટેમ્બર અને ગ્રામ્ય માર્ગોનું સમારકામ 15મી સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવા સૂચના આપી છે. પહેલી સપ્ટેમ્બર સુધીમાં 3 હજાર 610 કિલોમીટરના રસ્તાને નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.
ક્ષેત્રીય કક્ષાએ વિભાગે 731 JCB મશીન, 699 ડમ્પર, 65 રોલર સહિતના વાહનો પૂરા પાડ્યા છે. જ્યારે સમારકામની કામગીરીમાં 6 હજાર 487 જેટલા શ્રમિક સાથે કુલ 466 ટુકડી કાર્યરત્ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ હસ્તકના વડોદરા-વાપી, રાજકોટ-જેતપુર, ચિલોરા-હિંમતનગર તથા અન્ય રસ્તાઓના સમારકામની કામગીરી પણ હાલ ચાલી રહી છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત 35 જેટલા રસ્તા પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું છે.
તો કચ્છમાં 25 જેટલા ભારે નુકસાનગ્રસ્ત માર્ગમાંથી 17 રસ્તાઓ પર સમારકામ કામગીરી અને પંચાયત હસ્તકના અન્ય 28 રસ્તાઓને પૂર્વવત્ કરવા કામગીરી રહી છે.
મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે, મોરબી-લીલાપર વચ્ચેનો પુલ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ઠપ થયો છે. હવે આગામી દિવસોમાં અહીં નવો પુલ બનાવાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ