ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2024 7:17 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પડેલ ભારે વરસાદ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી વરસાદની પરિસ્થતિનો તાગ મેળવી જરૂરી સહાય અને સૂચનો કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પડેલ ભારે વરસાદ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી વરસાદની પરિસ્થતિનો તાગ મેળવી જરૂરી સહાય અને સૂચનો કર્યા હતા..
આ બેઠકમાં રાહત અને બચાવ કામગીરીની વિગતો આપવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના મોરાણા ગામે ગત રાત્રે એક સાથે ત્રણ સ્થળોએ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અતિ ભારે વરસાદની સ્થિતિમાં ૪૭૪ લોકોનું સ્થળાંતર કરાયું હતું. ઇન્ડિયન નેવીના અથાગ પરિશ્રમના પરિણામે નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકાની ખંભાળિયામાં પાણીમાં ફસાયેલા ૫૦ જેટલા નાગરિકોને રાજ્ય વહીવટી તંત્ર અને ભારતીય સેનાના સંયુક્ત પ્રયાસોથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સાથે જ જામરાવલ નગરપાલિકામાં પણ તંત્ર દ્વારા ૧૩ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
દ્વારકાના દરિયામાં તકનીકી ખરાબીના કારણે માછીમારી બોટ બંધ થઇ જતા ૧૩ જેટલા માછીમારોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દિલધડક બચાવ કામગીરી કરાઇ હતી, અને તમામ માછીમારોને ઓખા બંદર સુધી સુરક્ષિત પહોંચાડ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ