મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં 310 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી.
શ્રી પટેલે ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
Site Admin | ઓગસ્ટ 24, 2024 3:08 પી એમ(PM)