મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી છે.
શહેરમાં રિંગરોડ ૬૬ કિ.મી. લાંબો અને ૭૫ મીટર પહોળાઈ સાથે નિર્માણ થવાનો છે. તેના પ્રથમ તબક્કામાં ૪૫ મીટર પહોળાઈ સાથેના ૨૭.૫૮ કિ.મી. લંબાઈના રિંગરોડ માટે મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે. પરિણામે પૂર્વ વિસ્તારમાં ૧૦.૭૦ કિ.મી. અને પશ્ચિમ વિસ્તારમાં ૧૬.૮૪ કિ.મી. નું કામ હાથ ધરાશે.આ રોડને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટિ-એક્તા નગર તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે, અને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-૮ પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 7:54 પી એમ(PM)