મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છે. એ માટેનો માર્ગ સંત શક્તિના આશીર્વાદ અને તેમના વ્યાખ્યાન શ્રવણથી વધુ સરળ બને છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ તથા જૈનાચાર્યો અને શ્રાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જુલાઇ 14, 2024 7:51 પી એમ(PM)