મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોરબીમાં 187 કરોડથી વધુના ખર્ચે 49 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા.
આ પ્રસંગે સંબોધન કરતાં, મુખ્યમંત્રીએ સહિતની માળખાકીય સુવિધા આપવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું. રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 15 હજારથી વધુ ગામોમાં 80 હજાર કિલોમીટરના માર્ગ બનાયા હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.
સરકારી યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચડવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજકોટમાં વિચરતી-વિમુક્ત જાતિના તથા પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ, પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું સંતાનોને ભણાવશો તો આવનારી પેઢી ઈચ્છા મુજબની તૈયાર થશે. રાજકોટ મહાનગર પાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના 565 કરોડ 63 લાખ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતાં શ્રી પટેલે જણાવ્યું, શહેરીકરણ માટે ગત વર્ષ કરતાં 40 ટકાના વધારા સાથે 30 હજાર 325 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
Site Admin | માર્ચ 26, 2025 7:16 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને શિલાન્યાસ.
