ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 7:18 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ ગ્લૉબલ કેપેબલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ ગ્લૉબલ કેપેબલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું: ‘રાજ્ય સરકારે ગ્લોબલકે પેબલિટી સેન્ટર પૉલિસી 2025-30ની જાહેરાતના એક જ મહિનામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફિનિયન ટેક્નોલૉજી ઇન્ડિયાના આ સૅન્ટરનો પ્રારંભ થયો છે.   શ્રી પટેલે ઉમેર્યું, આ સેન્ટર કાર્યરત્ થતાં ગુજરાત દેશ અને વિશ્વને સેમિ-કન્ડક્ટર ક્ષેત્રે ઉકેલ આપવા માટે વધુ સક્ષમ બનશે. આગામી સમયમાં નવી ટેક્નોલૉજી અને નવીનતા રાજ્યના અર્થતંત્રની કરોડરજ્જૂ સાબિત થશે. ગુજરાતે ગ્લૉબલ કેપેસિટી સેન્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. અને નવીનતાઆધારિત ક્ષેત્રોને ‘સારી કમાણી’માં આવરીને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રીપટેલે કહ્યું હતું.