મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્ટાર્ટઅપ શબ્દ દેશનાં યુવાનોની ઓળખ બન્યો છે. ક્રિએટિવ થિંકિંગ, આગવી સૂઝ અને અવનવા આઈડિયા સાથે આજના યુવાનો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે.
મુખ્યમંત્રીએ વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના બીજા તબક્કાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે મહિલાઓ પણ આજે વિવિધ સમસ્યાઓનાં સમાધાન માટે નવા સ્ટાર્ટઅપ સ્થાપી રહી છે.
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશના યુવાનો અને સ્ટાર્ટઅપ મહત્ત્વનો ભાગ ભજવશે.
વિધાનસભા કક્ષાના આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ૧,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ અને તેની સાથે સંકળાયેલા ૪,૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | માર્ચ 22, 2025 8:23 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્ટાર્ટઅપ શબ્દ દેશનાં યુવાનોની ઓળખ બન્યો છે.
