મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલૉજી – NIFT ખાતે રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી પટેલે NIFT દ્વારા યોજાયેલ હાથસાળ પ્રદર્શનને ખૂલ્લું મુક્યું. અહીં રાજ્ય સહિત દેશભરની વિવિધ હસ્તકલા કારીગરોની તેમ જ હાથસાળની વસ્તુઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી છે.
મુખ્યમંત્રીએ NIFT પરિસરમાં ફેશન ડિઝાઈન ડિપાર્ટમેન્ટ, ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એસેસરીઝ ડિપાર્ટમેન્ટ અને માસ્ટર ઑફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત વિવિધ અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 7, 2024 3:13 પી એમ(PM)