મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 8મી ઑગસ્ટે રાજ્યકક્ષાનો “75મો વન મહોત્સવ” દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી 23મા સાંસ્કૃતિક “હરસિદ્ધિ વન”નું પણ લોકાર્પણ કરશે. આ રીતે જિલ્લાને “હરસિદ્ધિ વન”ની અનોખી ભેટ મળવા જઈ રહી હોવાનુંવન વિભાગે જણાવ્યું છે.
હરસિદ્ધિ વનમાં મુખ્યદ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિ, સેરેમોનિયલ ગાર્ડન, શ્રીકૃષ્ણ ઉપવન, શ્રીકૃષ્ણ કમળવાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરાશે. જ્યારે આ વનમાં બાળવાટીકા, સેલ્ફી પૉઇન્ટ ગાર્ડન, બીચ થીમ સિટીંગ એરિયા, મેડિટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પૉઇન્ટ વગેરે પણ તૈયાર કરાયા છે.
રાજ્યમાં આ વર્ષેવન મહોત્સવ ઉજવણી દરમિયાન રાજ્યમાં 10 કરોડ 50 લાખ રોપાઓના વિતરણનું આયોજન છે. રાજ્યમાં એગ્રોફોરેસ્ટ્રી -રાજ્ય આધારીત યોજના હેઠળ ખેડૂતો 31 હજાર હેકટર વાવેતર કરશે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 8:05 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ