મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૧૬મી નેશનલ કોન્ફરન્સ ઓફ એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરકારના પ્રયાસને કારણે એઇડ્સના રોગ અંગે લોકોમાં જાગૃતિ આવી છે. જે રીતે અગાઉ એઇડ્સના દર્દી સાથે જે વ્યવહાર થતો હતો, તેમાં પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે આ રોગ થવાના અનેક કારણો હોય છે તે કારણો અંગની લોકોને જાણકારી મળી તેમ તેમ આ રોગ પ્રત્યે જાગૃતિ ફેલાઇ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારે ગઇકાલે જાહેર કરેલા બજેટમાં છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેમાટેની જોગવાઇ કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 3:43 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૧૬મી નેશનલ કોન્ફરન્સ ઓફ એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાનું ઉદઘાટન કર્યું
