ભાજપના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઑની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવતા આવનારા દિવસોમાં પ્રજાના દરેક પ્રશ્નોનું નિવારણ લાવી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે દિશામાં કાર્ય કરીશું.” રાજ્યમાં ગઇકાલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઑની ચૂંટણીની મત ગણતરી બાદ ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય શ્રી કમલમ્ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે કાર્યકર્તાઓ એક થઈ સંગઠન અને ચૂંટાયેલી પાંખ તરીકે કામ કરે છે, જેના પરિણામે આ જીત થઈ છે.”
દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, ગયા વખત કરતા આ વખતે ભાજપની 14 બેઠક વધી છે. આ જીત સાથે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોની જવાબદારી વધી હોવાનું પણ શ્રી પાટીલે ઉમેર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 10:44 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવનારા દિવસોમાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે દિશામાં કામ કરવા આશ્વાસન આપ્યું.
