મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ પામનાર સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ-SOULનું કેમ્પસ ભૂમિપૂજન કર્યું. SOULનું આ કેમ્પસ 22 એકરમાં અંદાજિત 150 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં નિર્માણ પામશે, જેમાં આરોગ્ય – શિક્ષણ – ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા સહિતના જાહેર ક્ષેત્રોમાં યોગદાન આપવા ઉત્સુક યુવાઓ માટે તાલીમ અભ્યાસક્રમો ઉપલબ્ધ થશે.
રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકોના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુથી આ સંસ્થા સ્થાપવમાં આવી છે. જે રાજકીય, સામાજિક અને જાહેર નીતિ – એમ મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં નેતૃત્વ વિકાસ માટે સમર્પિત છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 3:54 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ પામનાર સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપના નવા કેમ્પસનું ભૂમિપૂજન કર્યું
