મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ તેમજ નામકરણ કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનાં માર્ગદર્શનમાં રાજ્યના ગામડાઓ સુવિધાસભર બન્યા છે. તેમણે ઝુલાસણ ગામમાં વિકાસના કાર્યો માટે સરકારના સહયોગની ખાતરી આપી હતી. તેમણે મહેસાણા જિલ્લાની શાળાઓમાં દીકરીઓના નામાંકનમાં થયેલ પ્રગતિને બિરદાવી હતી.પટેલે સરકારના પર્યાવરણલક્ષી અભિયાનમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 3:37 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ તેમજ નામકરણ કર્યું હતું
