મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે બંને જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફૉનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રીએ બંને જિલ્લાના ગામોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી. ઉપરાંત વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં જાનમાલનું નુકસાન ન થાય તેવી સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 5, 2024 3:29 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લીધી
