મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર (GCC) નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો. આ નીતિ અંતર્ગત રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને 50 હજારથી વધુ નવી રોજગારીની તકોની સંભાવના છે. આ નીતિના પરિણામે રાજ્યમાં 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ પણ થશે. GCC નીતિનો લક્ષ્યાંક નવીનતાને પ્રોત્સાહન આપવા સાથે વૈશ્વિક સ્તરે ગુજરાતને GCC માટેનું અગ્રણી સ્થાન બનાવવાનું છે
આ પ્રસંગે શ્રી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ નીતિના પ્રારંભથી ગુજરાતનાં ટેક્નોલોજી આધારિત વિકાસને નવી દિશા મળશે.
વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનું સ્થાન નિર્ણાયક હશે તેમ જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 7:23 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો
