મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા અમદાવાદમાં 27માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ તકે નવદંપતિઓને
આશીર્વચન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સમાજને સમયની માંગ સાથે ચાલનારો સમાજ ગણાવ્યો હતો. તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર 600 વર્ષ પહેલા આશાભીલના નગર
તરીકે ઓળખાતું હતું. આદિજાતિના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનું આ વર્ષ પ્રધાનમંત્રીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે સમાજના દરેક વર્ગને સાથે લઈને, તેમની પડખે ઊભા રહેવું તે વર્તમાન સરકારનું દાયિત્વ છે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 3:07 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા અમદાવાદમાં 27માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
