ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 10, 2025 3:06 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે.અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે. સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ભારત વિકાસ પરિષદના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે આજે દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ભારત વિકાસ પરિષદ
જેવી સંસ્થાઓ સરકાર અને વહીવટી તંત્રને પૂરક બનીને સમાજના દરેક વર્ગને આગળ લાવીને આગવી સમાજસેવા અને કર્તવ્યનિષ્ઠાનાં દર્શન કરાવી રહી છે.શ્રી પટેલે ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓને સમાજસેવા ક્ષેત્રે તેમના યોગદાન બદલ સન્માનિત કર્યાં હતા.ભારત વિકાસ પરિષદ ભારતીય સમાજના વિકાસ માટે નૈતિક, સાંસ્કૃતિક, સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો કરે છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ