મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ત્રણ દિવસના શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – 2025નો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મા અંબાના દર્શન
કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.મુખ્યમંત્રીએ અંબાજી ખાતે અંદાજિત ૧૨ કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ હતું. આ વિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ,પુરાણ,ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
પરિક્રમાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન થયું છે. પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે 500 જેટલી એસટી બસ ની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 3:04 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ત્રણ દિવસના શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – 2025નો આરંભ કરાવ્યો હતો
