મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા છે. ગાંધીનગરના દુર્ગેશ મહેતા જણાવે છે કે, પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે ગંભીર કેસ નોંધાયા હતા. આ તમામ પોલીસ કેસ હવે પરત લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન બાબતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, અને સુરતમાં અલગ અલગ 14 પોલીસ કેસ નોંધાયા હતા.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 2:57 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા
