મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્ક- ખેતી બેંકની મુલાકાત લીધી.. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેતી બેંકની મુખ્ય ઓફિસ ખાતે અધ્યતન ડીઝીટલ બોર્ડ રુમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, વાઇસ ચેરમેન જીવણભાઇ આહિર સહિત અનેક મહાનુભાવો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
ખેતીબેંકના સભાસદોએ સેટલમેન્ટ યોજના હેઠળ ખેડુતોનાં 85 કરોડ 91 લાખનાં ચક્રવૃધ્ધિ વ્યાજ માફી માટે ઋણ સ્વીકાર પણ કર્યો હતો.