મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરાનાં નવલખી મેદાન ખાતેથી મેરેથૉન દોડને પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે. ઉપરાંત મુખ્યમંત્રી વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, પાંચ કિલોમીટરની મેરેથૉન દોડની 12મી આવૃત્તિ માટે અત્યાર સુધીમાં દોઢ લાખ દોડવીરોએ નોંધણી કરાવી છે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:25 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરાનાં નવલખી મેદાન ખાતેથી મેરેથૉન દોડને પ્રસ્થાન કરાવશે
