ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 1, 2025 7:11 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવી આવકાર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવી આવકાર્યું હતું. તેમણે કહ્યું, “રાજ્યની ભાગીદારીથી દેશના ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લામાં શરૂ થનારી પ્રધાનમંત્રી ધન-ધાન્ય યોજનાથી એક કરોડ 70 લાખ ખેડૂતોને મદદ મળશે અને ગ્રામીણ વિકાસને વેગ મળશે.

શ્રી પટેલે ઉંમેર્યું, “મિશન ફૉર કૉટન પ્રૉડક્ટિવિટીની જાહેરાત રાજ્યના કપાસના ખેડૂતો માટે લાભદાયી બનશે.
રાજ્યનાં નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું, દરિયાઈ ઉદ્યોગ માટે લાંબા ગાળાના ધિરાણ માટે 25 હજાર કરોડની જોગવાઈ સાથે દરિયાઈ વિકાસ ભંડોળની જાહેરાતથી મત્સ્ય ઉદ્યોગને લાભ થશે.

આ તરફ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્ર અને કેન્સરની સારવાર માટે ડે-કૅર કેન્દ્ર સ્થાપવાની જાહેરાતને આવકારી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ