મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, શ્રી પટેલ દિલ્હીમાં ભારતીય ન્યાય સંહિતા કાયદા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ પહેલા આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી સંસદીય બૉર્ડની બેઠકમાં નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના સંભવિત નામોની યાદી અને પેનલ પર ચર્ચા કરાશે.
આ યાદી સાથે મુખ્યમંત્રી આવતીકાલે દિલ્હી જશે. તેઓ આવતીકાલે ઉમેદવારોની આખરી નામોની યાદી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરશે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 7:07 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે
