ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “દેશને આઝાદી અપાવવામાં આદિવાસી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે.”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “દેશને આઝાદી અપાવવામાં આદિવાસી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે.” તાપી જિલ્લામાં ગઈકાલે 240 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉંમેર્યું, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સેના દ્વારા આદિજાતિઓમાં અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની ચેતના, સાહસ અને શૌર્ય જગાવ્યા હતા. દરમિયાન શ્રી પટેલે સ્વરાજની લડાઈમાં તાપીના વ્યારાના યોગદાનને પણ યાદ કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને ભારતના સાંસ્કૃતિક મૂલ્યોમાં જોડાવવા અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ