મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગ્લોબલ કોમ્પિટિશન માટે ‘મેક ઇન ઇન્ડિયા’ને હવે ‘મેડ ઇન ઇન્ડિયા’ બનાવવાનું છે.. દેશનું અર્થતંત્ર ત્રીજા સ્થાને લઈ જવામાં કંપની સેક્રેટરી પણ સૌથી મોટો ફાળો આપી શકે છે.. દેશનું અર્થતંત્ર પાંચમા સ્થાને આવ્યા બાદ દેશના નાનામાં નાના માણસની પ્રગતિ થઈ છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે આજે દેશની ૫૦૦ મોટી કંપનીઓમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ ગુજરાતમાં છે તેમ તેમણે જણાવ્યું હતું..
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:55 પી એમ(PM)