મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “નીતિ આયોગ પ્રમાણે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ,નવસારી અને તાપીના વિકાસનો 25 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર છે.” તેમણે કહ્યું, “સુરત શહેરે સ્વચ્છતા અંગે મેળવેલી સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી છે.” સુરતમાં ગઈકાલે 350 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અનેક મુશ્કેલીઓનો સામનો કરી સુરત દેશનું પહેલા ક્રમાંકનું સ્વચ્છ શહેર બન્યું છે.દરમિયાન જર્મન સરકારની કંપની G.I.Z. અને સુરત મહાનગરપાલિકા વચ્ચે શહેરી
ગતિશીલતાને સુદ્રઢ બનાવવા સમજૂતી કરાર પણ થયા હતા.
Site Admin | જાન્યુઆરી 25, 2025 8:19 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “નીતિ આયોગ પ્રમાણે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ,નવસારી અને તાપીના વિકાસનો 25 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર છે
