મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું.આ ઓક્સિજન પાર્ક આશરે એક હજાર 900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. જેમાં વિવિધ ફૂલ-છોડનું વાવેતર કરાયું છે. આ પ્રસંગે પટેલે વૃક્ષારોપણ પણ કર્યું હતું.આ ઓક્સિજન પાર્કના લોકાર્પણ સાથે શહેરમાં 319 ઓક્સિજન પાર્ક અને 303 બગીચા તથા અર્બન ફોરેસ્ટ નિર્માણ થયા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મીલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.
Site Admin | જાન્યુઆરી 21, 2025 3:47 પી એમ(PM) | ઑક્સિજન પાર્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું
