ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 3:15 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વન્ય પ્રાણી ફોટોગ્રાફ પ્રદર્શનનની પણ મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીના હસ્તે સ્નેક રેસ્ક્યુ એપ લૉન્ચ કરવામાં આવી હતી. આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન કર્યું હતું. રાજ્યભરમાં કરુણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન જાહેર કરાયો છે. ગુજરાતે સૌપ્રથમવાર શરૂ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ