મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે ૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકની યજમાની માટે દેશ તૈયારી કરી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને પ્રશિક્ષણ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાતી આવી સ્પર્ધાઓ પોલીસકર્મીઓને શારીરિક રીતે ચુસ્ત રાખે છે અને તેમના સંકલનને વધુ મજબૂત બનાવે છે, તેવો પણ તેમણે આ એવોર્ડ વિતરણ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલી ઓલ ઈન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ૧૨ રાજયો અને ૬ કેન્દ્રીય પોલીસ દળોના ૮૦ જેટલા પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. ગુજરાત પોલીસની ટીમને ટીમનેટ કેટેગરીની સ્પર્ધામાં બીજું સ્થાન મળ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 12, 2025 8:13 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ