મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યની નવરચિત નવ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઈ.
આ કાર્યશાળામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યનાં ઈતિહાસમાં એક સાથે નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાનો નિર્ણય શહેરી વિકાસની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતામાં વધારો કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને એક વર્ષ સુધી મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શ્રી પટેલે વધુમાં કહ્યું કે, નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને વીસ કરોડ રૂપિયાની ગ્રાંટ વહીવટી ક્ષમતામાં વૃદ્ધિ અને સફાઈ સહિતનાં સિટી બ્યુટિફિકેશન કાર્યો માટે અપાશે.
તેમણે ઉમેર્યું કે નવી મહાનગરપાલિકાઓ પોતાના નગરોનાં વિકાસનો રોડમેપ તૈયાર કરે. વિકાસનાં કામો માટે નાણાંની કમી ક્યારેય ન થાય તેવું નાણા વ્યવસ્થાપન ગુજરાતે કર્યું છે.
આ કાર્યશાળામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરો, વહીવટદાર, ક્લેકટર તેમંજ અધિકારોઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:20 પી એમ(PM)