મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાજ્યનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યું છે.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળૂભાઈ બેરામે કહ્યું હતુ કે, આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક ઉપાર્જનનું આધાર કેન્દ્ર બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો, ભારતનાં અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા અને રાજ્યનાં 11 શહેરનાં 417 પતંગબાજોએ ભાગ લીધો છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 3:26 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો
