મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2035નાં ઓલિમ્પિકની દાવેદારી માટે રાજ્ય સરકારે અત્યારથી તૈયારી શરૂ કરી છે. તેમણે સ્પર્ધામાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધા 12 જાન્યુઆરી સુધી યોજાશે. પ્રથમ મેચ પંજાબ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાશે. અગાઉ, મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ ભાવનગર વિઝન 2030 વેપાર અને ઉદ્યોગ પ્રદર્શન નિહાળ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:26 પી એમ(PM)