મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ એસ.ટી.વર્કશોપનું ગઇકાલે ઇ-લોકાર્પણ કર્યું.
આ સાથે મુખ્યમંત્રીએ 9 નવી હાઇટેક વોલ્વો બસનું પણ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવી વોલ્વોના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનવાની સાથે મુસાફરોની યાત્રા વધુ આરામદાયક બનશે. આ નવી વોલ્વો બસ અદ્યતન સુવિધા ધરાવે છે.
આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 5, 2025 8:07 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ