ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 3, 2025 7:37 પી એમ(PM) | ખેલ મહાકુંભ

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનો ઉદ્ધાટન કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં આવતીકાલે ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનો ઉદ્ધાટન કરશે.રમતગમત મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું છે કે, વર્ષ 2010 માં 13 લાખ રમતવીરોની સહભાગીથી આરંભ થયેલા ખેલ મહાકુંભમાં આજે 71 લાખ 30 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.આ ખેલ મહાકુંભમાં અંડર 9 શ્રેણીથી માંડીને અબોવ 60 શ્રેણી સુધી મળીને 7 વયજૂનનાં ખેલાડીઓ વિવિધ 39 રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને 5 લાખ રૂપિયાથી માંડીને 10 હજાર રૂપિયા સુધીનાં રોકડ પુરસ્કાર આપવામાં આવશે. કુલ 45 કરોડનાં રોકડ પુરસ્કાર તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યુ  હતું કે, ખેલાડીઓ માટે ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ખેલ મહાકુંભનાં ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેલ મહાકુંભનાં બીજા તબક્કાની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓ, શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓ અને ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે.                           

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ