મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫’ પ્રજાજનો માટે ખુલ્લો મૂક્યો હતો.22 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં મુલાકાતીઓ QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પ્ચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકશે.નાગરિકોની માંગને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને લંબાવવામાં આવશે.આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના ધારાસભ્યો, મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન ઉપસ્થિત રહ્યા હતા.આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાની રીક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ વધુ માહિતી આપી.(બાઈટ – રીક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી)
Site Admin | જાન્યુઆરી 3, 2025 3:20 પી એમ(PM) | 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫'