મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી- PDEU ખાતે ગુજરાત સેમિ-કન્ડક્ટર પૉલિસી હેઠળ સેમિ-કન્ડક્ટર તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ATMP એટલે કે, એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ, પેકેજિંગ, ટ્રેનિંગ સેન્ટર આગામી પાંચ વર્ષમાં એક હજાર યુવાનોને સેમિ-કન્ડક્ટર ક્ષેત્રની તાલીમ અપાશે.
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી નિમિત્તે ગઈકાલે ઉજવાયેલા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન શ્રી પટેલે ગાંધીનગરથી મારી યોજના, સ્વાગતના બીજા તબક્કા ઑટો એસ્કલેશન મેટ્રીક્સ, સ્વાગત મૉબાઈલ એપ, ભારત નેટ બીજા તબક્કા, આઈ-ગૉટ પૉર્ટલમાં સ્ટેટ પૅજ, જનસેવા કેન્દ્ર, ડ્રૉન પાઈલોટ ટ્રેનિંગ, કનેક્ટ ગુજરાત જેવા પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 26, 2024 11:58 એ એમ (AM)