મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજ્યના માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા મારી યોજના પૉર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પૉર્ટલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી વધુ યોજનાઓની માહિતી નાગરિકોને ઘરેબેઠાં મળી રહેશે. આ પૉર્ટલ થકી નાગરિકો કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર, સમય વેડફ્યા વિના યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે.
ઉપરાંત શ્રી પટેલે ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ i-GOT કર્મયોગી પૉર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ શરૂ કરાવ્યું હતું. રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યૂલ મળી રહે તે માટે આ પેજ કાર્યરત્ થયું છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 11:16 એ એમ (AM)