મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ વિષયવસ્તુ સાથે 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો.
દરમિયાન મુખ્યમંત્રીએ અંદાજે 868 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, “પહેલા કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલી ઘર, બાળવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી. આજે તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્રસ્થાન બનાવવાનો શ્રમયજ્ઞ શરૂ થયો છે.”
Site Admin | ડિસેમ્બર 26, 2024 10:57 એ એમ (AM)