મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 54 નગરપાલિકામાં 71
અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાના
અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આગામી સમયમાં ગુજરાત શહેરી
વિકાસ કંપની – GUDC. દ્વારા નગરપાલિકાઓમાં 18 મિની ફાયર ટેન્ડર,
21 વૉટર બાઉસર, 29 વૉટર કમ ફૉમ ટેન્ડર અને 2 ઇલેકટ્રિક રેસ્ક્યૂ બોટ
મળી 71 વાહન ખરીદી કરી છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સંદર્ભે પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક
અગ્રણીઓએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ આ રકમ સ્વર્ણિમ જયંતી
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન
વાહનોમાં G.P.S. ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને CM ડેશબૉર્ડ
સાથે લિન્ક કરવાના દિશા-નિર્દેશ પણ આપ્યા છે.
Site Admin | ઓગસ્ટ 3, 2024 3:24 પી એમ(PM)